(છંદ)
> સાહિત્યનું એક આકર્ષણ કેન્દ્ર તે છે. કવિતા, 'કવિતા' નો વિચાર કરીએ તો સર્વ પ્રથમ એવું માનવામાં આવે છે. ગાઈ શકાય તે કવિતા આં સાચું નથી. કવિતા એટલે રસયુક્ત વાક્ય કવિતા ગદ્યમાં અને પદ્યમાં બન્ને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે પણ કવિતામાં દરેક પક્તિ અમુક ચોક્કસ માપની હોય છે. જેનું પોતાનું નીચ્વિત રૂપ છે. ટૂંકમાં 'માંધુર્મ' સર્જવા માટે દરેક લીટીમાં અક્ષરોની અમુક પ્રકારની ગોઠવણી એટલે છંદ
> છંદ એ કાવ્યનું એક મુખ્ય ઘટક તત્વ છે. અવાજનો અમુક ઘટક પક્તિમાં પરાવર્તિત પામ્યા કરે તેને છંદ કહે છે. છંદના મુખ્ય બે પ્રકારો પડી જાય છે.
1> અક્ષરમેળ છંદ 2> માયામેળ છંદ
* અક્ષરમેળ છંદ :-
> આવા છંદોમાં કાવ્યની પંક્તિઓના અક્ષરો ની ગણતરી કરવી પડે છે. તેમાં લઘુ - ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણરચના કરવામાં આવે છે.
* લઘુ :-
> જેમાં રહેલો સ્વર હ્સ્વ હોય તેને લઘુ અક્ષર કહે છે. અ,ઈ,ઉ,ઊ,એ,ઋ સ્વરોવાળા વર્ણ અને સ્વરો જે વ્યંજનોને લાગ્યા હોય તે લઘું (હ્સ્વ) કહેવાય છે.
દા.ત :- ત,ક,રિ,યુ,સુ વગેરે
* ગુરુ :-
> આ,ઈ,ઊ,એ,ઓ,ઔ સ્વરોવાળા વર્ણ અને એ સ્વરો જે વ્યંજનોને લાગ્યા હોય તે વ્યંજનો ગુરુ ગણાય છે. દા.ત :- અંત,ગંગા,સંમતી,કુંડ, વગેરે માં પ્રથમ વર્ણ ગુરુ છે. પરતું કુંવર,ગયું,કુંભારમાં અનુસ્વાર પોચો કે મંદ છે. તેથી તે લઘું ગણાય છે. જા,વે,ની,લો વગેરે વ્યંજનો ગુરુ છે.
* લઘું અક્ષરો ક્યારે ગુરુ ગણાય ?
1. સયુક્તાક્ષ્રર ની આગળ આવેલો ગુરુ ગણાય છે.
દા.ત :- મર્મ,પુષ્પ,સત્ય,ધર્મમાં અનુક્રમે મ,યુ,સ,ધ ગુરુ બની જાય છે.
2. પંક્તિ ને અંતે આવેલો લઘું અક્ષર ગુરુ ગણાય છે.
૩. જે વર્ણોમાં તિવ્ર અનુસ્વાર આવે છે. તે વર્ણો, ગુરુ ગણાય છે.
દા.ત :- અંત,ગંગા,સંમતી,કુંડ વગેરે માં પ્રથમ વર્ણ ગુરુ છે. પરંતુ કુંવર,ગયું,કુંભાર માં અનુસ્વાર પોચો કે મંદ છે તેથી લઘું ગણાય છે.
4. વિસર્ગવાળો અક્ષર લઘુ હોય,પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો તે ગુરુ થાય દા.ત :- અંત:કારણ માં 'ત' ગુરુ ગણાય છે
* લઘું-ગુરુ ની સંજ્ઞા :-
> અક્ષર લઘું હોય તો u ચિન્હ વપરાય છે
> અક્ષર ગુરુ હોય તો - ચિન્હ વપરાય છે
* ગણ રચના :-
> લઘું-ગુરુ અક્ષર ના બનેલાં જૂથ ને ગણ કહે છે. આવા આઠ ગણ છે. આં યાદ રાખવા નીચેની પંક્તિ ત્તેયાર કરવામાં આવે છે
ય,મા,તા,રા,જ,ભા,ન,સ,લ,ગા,
u - - - u - u u u -
કર્મ ગણ નિશાની વર્ણ વિગત
1 ય u - - ય મા તા લઘું - ગુરુ - ગુરુ
2 મ - - - મા તા સ ગુરુ - ગુરુ -ગુરુ
૩ ત - - u તા રા જ ગુરુ - ગુરુ - લઘું
4 ર - u - રા જ ભા ગુરુ - લઘું - ગુરુ
5 જ u - u જા ભા ન લઘું - ગુરુ - લઘું
6 ભ - u u ભા ન સ ગુરુ - લઘું - લઘું
7 ન u u u ન સ લ લઘું - લઘું - લઘું
8 સ u u - સ લ ગા લઘું - લઘું - ગુરુ
No comments:
Post a Comment