Monday, 13 August 2018

બંધારણ ના મહત્વના અનુચ્છેદો / કલમો

* બંધારણ ના મહત્વના અનુચ્છેદો / કલમો *

* અનુચ્છેદ 1 :- સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર
* અનુચ્છેદ 2 :- નવા રાજ્યો દાખલ કરવામાં અને તેમની સ્થાપના કરવા બાબત
* અનુચ્છેદ 3 :- ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિ ઓની નાગરિકતા

* સમાનતાનો અધિકાર *

* અનુચ્છેદ 14 :- કાયદા સમક્ષ સમાનતા
* અનુચ્છેદ 15 :- ધર્મ, જાતિ , લિંગ , જન્મસ્થાન વગેરેના ભેદભાવ નો નિષેધ
* અનુચ્છેદ 16 :- જાહેર નોકરી ની બાબતો માં તકની સમાનતા
* અનુચ્છેદ 17 :- અસ્પૃષ્યતા નાબુદી
* અનુચ્છેદ 18 :- ખિતાબોની નાબુદી

* સ્વાતંત્ર્યનો અધિકાર *

* અનુચ્છેદ 19 :- વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબધિત કેટલાક અધિકારો.
* અનુચ્છેદ 20 :- ગુનાં માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ
* અનુચ્છેદ 21 :- જીવન રક્ષણનો અધિકાર
* અનુચ્છેદ 21 (ક) :- 6 થી 14 વર્ષના બાળકો ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર
* અનુચ્છેદ 22 :- ધરપકડ સામે રક્ષણ અને આગોતરા જામીન

* શોષણ સામેનો અધિકાર *

* અનુચ્છેદ 23 :- મનુષ્ય વેપાર અને બળજબરી થી કરવાની મંજૂરી ઉપર નો પ્રતિબંધ
* અનુચ્છેદ 24 :- 14 વર્ષથી નીચેના બાળકો માટે બાળમજૂરી પર પ્રતિબંધ

* ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર *

* અનુચ્છેદ 25 :- અતઃ કરણ મુજબની ધર્મ માનવાનો અને પાળવાનો અધિકાર
* અનુચ્છેદ 26 :- ધાર્મિક બાબતો ની વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય
* અનુચ્છેદ 27 :- કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાનાં કર અંગે સ્વતંત્રતા
* અનુચ્છેદ 28 :- અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અંગે સ્વતંત્રતા

* સાંસ્કૃતિક અને શેક્ષણિક અધિકારો.

* અનુચ્છેદ 29 :- લઘુમતી ઓના હિતો નું રક્ષણ
* અનુચ્છેદ 30 :- શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો લઘુમતી ઓનો અધિકાર

* બંધારણીય ઇલાજો / ઉપચારો નો અધિકાર

* અનુચ્છેદ 32 :- મૂળભૂત અધિકારોનો અમલ કરાવવા બાબતની 5 રિટો (અજ્ઞાપત્રો)

* રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ - 4

* અનુચ્છેદ 38 :- લોક કલ્યાણ ની વૃદ્ધિ માટે રાજ્ય યોગ્ય સામાજિક વ્યવસ્થાનું સર્જન કરશે
* અનુચ્છેદ 39(ક) :- સમાન ન્યાય અને મફત કાનૂની સહાય
* અનુચ્છેદ 40 :- ગ્રામપચાયતો ની રચના
* અનુચ્છેદ 41 :- કામ,શિક્ષણ અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો અધિકાર નો સમાવેશ આ અનુચ્છેદ અંતરંગત થાય છે.
* અનુચ્છેદ 44 :- નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો ( કોમન સિવિલ કોડ )
* અનુચ્છેદ 45 :- 6 વર્ષથી ઓછી વયના બાળકો ની સંભાળ અને શિક્ષણની જોગવાઈ
* અનુચ્છેદ 47 :- માદક પીણાં અને હાનિકારક પદાર્થો પર પ્રતિબંધ ( દારૂબંધી ની જોગવાઈ )
* અનુચ્છેદ 48 :- ખેતી અને પશુપાલન ની વ્યવસ્થા ( ગૌ-હત્યા પર પ્રતિબંધ ની જોગવાઈ )
* અનુચ્છેદ 48 (ક) :- પર્યાવરણ , જંગલો , વન્ય પશુપક્ષી ઓના રક્ષણ બાબત
* અનુચ્છેદ 49 :- ઔતિહાસિક તથા રાષ્ટ્રીય મહત્વના સ્મારકો , સ્થળો અને વસ્તુઓનું રક્ષણ
*અનુચ્છેદ 51 :- આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી ની અભિવૃદ્ધિ.

1 comment:

  1. બીજા અનુચ્છેદ મુકજો ભાઈ

    ReplyDelete

Jaher Vahivat Part 1