Saturday, 8 December 2018

પ્રકરણ 6 : બંધારણસભાની કાર્યવાહી ખૂબ અગત્યનો ટોપિક

6. બંધારણસભાની કાર્યવાહી

આમુખ નું પ્રારૂપ - બી.એન.રાવ

* 9 ડિસેમ્બર,1946 ના રોજ બંધારણસભાની સૌ પ્રથમ - સંસદભવનના કેન્દ્રિય કક્ષામાં મળી.

* ડો.સચ્ચિદાનંદ સિન્હા બંધારણસભાના અધ્યક્ષ ( સૌ પ્રથમ અધ્યક્ષ ) બન્યા

* 11 ડિસેમ્બર,1946 ના રોજ ડો. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા.

* 13 ડિસેમ્બર,1946 ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણસભામાં ઔતાહાસિક " ઉદ્દેશ્ય પ્રસ્તાવ " રજૂ થયો.

● આ ઉદ્દેશ્યપ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર - બંધારણસભાના સલાહકાર - સર બેનીગાલ નરસિંહરાવ ( સર બી.એન.રાવ )

* બંધારણસભાના દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર - 22 જાન્યુઆરી,1947 ના રોજ થયો , જે આગળ જતાં બંધારણની પ્રસ્તાવના ( આમુખ ) બની છે .

■ પ્રારૂપ/ખરડા/મુસદ્દાસમિતિ : ( Drafting committee )

* 29 ઓગષ્ટ,1947ના રોજ ડો.ભીમરાવ આંબેડકર ની અધ્યક્ષતામાં પ્રારૂપ સમિતિની રચના. જેના દ્વારા બંધારણનું પ્રારૂપ રજુ કરવામાં આવ્યું

* બંધારણના પ્રારૂપ ને ફેબ્રુઆરી,1948માં બંધારણ સભા આગળ રાજુ કરવામાં આવ્યું.

* બંધારણના પ્રારૂપ પર વિચાર કરવા 15 નવેમ્બર,1948 થી 17 ઓક્ટોબર,1949 સુધી બંધારણસભાની અનેક બેઠકો. આ માટે બંધારણ સભાએ 266 દિવસ સુધી બેઠકો કરી.

* 26 નવેમ્બર,1949 ના રોજ બંધારણના અધ્યક્ષ ઉપરાંત 284 સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા.

◆ ભારતની બંધારણસભાને બંધારણ બનાવતાં 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ લાગ્યા. 64 લાખ રૂપિયાનું ખર્ચ થયું. આમ, ભારત નું બંધારણ સભાના દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું.

* બંધારણસભાની પ્રસ્તાવના સૌથી છેલ્લે સ્વીકારવામાં આવી.

* 24 જાન્યુઆરી,1950 ના રોજ બંધારણ પર બંધારણ સભાના સભ્યો દ્વારા હસ્તાક્ષર ( ફરીવાર ) કરવામાં આવ્યા.

* 26 જાન્યુઆરી,1950 થી બંધારણ નો અમલ શરૂ થયો.

* ( 26 જાન્યુઆરી, 1930 ને કૉંગ્રેસે " પૂર્ણસ્વરાજ દિવસ " તરીકે ઉજવ્યો તેની યાદમાં 26 જાન્યુઆરીથી બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો. )

■ 26 નવેમ્બર , 1949 થી લાગુ થયેલ બંધારણીય કાયદાઓ :

1. નાગરિકતા

2. ચૂંટણી

3. કચલાવ સરકાર અને સંસદ

4. કટોકટીને લાગતી જોગવાઈઓ.

* આથી 26 નવેમ્બર ને " કાયદાદીવસ " તરીકે ઉજવવામાં આવે છે.

★ ભારતના બંધારણની ખરડા સમિતિ/પ્રારૂપસમિતિ/મુસદ્દાસમિતિ :

◆ અધ્યક્ષ :- ડો.ભીમરાવ આંબેડકર

* સભ્યો :-
1. એન.ગોપાલસ્વામી આયગર

2. અલ્લાદી કૃષ્ણસ્વામી અયયર
3. કનેયાલાલ મુનશી

4. સેયદ મુહમ્મદ સાદુલ્લાહ

5. બી.એલ.મિતર
( પછીથી તેમના સ્થાને એન.મધવરાવ આવ્યા )

6. ડી.પી.ખેતાન
( 1948 માં તેમના મૃત્યુ પછી ટી.ટી.કૃષ્ણામચારી આવ્યા )

* બંધારણસભાની કુલ - 23 સમિતિઓ જેમાં અગત્યની સમિતિઓ અને તેમના અધ્યક્ષ નીચે મુજબ છે .

1. પ્રારૂપ/મુસદ્દા સમિતિ  - ડો. આબેડકર

2. પ્રારૂપ સમીક્ષા સમિતિ - અલ્લાદી કૃષ્ણસ્વામી અયયર

3. સંઘ બંધારણ સમિતિ - જવાહરલાલ નહેરુ

4. પ્રાતિય બંધારણ સમિતિ - સરદાર પટેલ

5. મૂળભૂત અધિકાર અને અલ્પસખ્યક સમિતિ - સરદાર પટેલ

6. સંઘશક્તિ સમિતિ - જવાહરલાલ નહેરૂ

7. રાષ્ટ્રીય ઝડા સમિતિ - જે.બી.કૃપલાણી

★ અમારી પોસ્ટ તમને સારી લાગી હોય તો શેર અને લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય લખો ★

                 ★★★★★★★

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1