Friday, 13 April 2018

દાંડી સત્યાગ્રહ

                        ◆◆ દાંડી સત્યાગ્રહ ◆◆

👉દાંડી સત્યાગ્રહ એ ઇ.સ. ૧૯૩૦નાં વર્ષમાં અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ સત્યાગ્રહ કર્યો હતો

👉દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જેનું અંતર ૩૮૫ કિમી અથવા ૨૪૧ મીલ હતું. જે ૬ એપ્રિલ ૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી.

👉અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, "મૈને નમક કા કનુન તોડા હૈ"... અને ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો. આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ તરીકે પણ ઓળખવામાં આવે છે.

👉જેઓનો આજે જન્મદિવસ છે એવા ચિત્રકાર કનુભાઈ દેસાઈ એ દાંડીકુચનું ચિત્રો રૂપે દસ્તાવેજીકરણ કર્યું હતું.

👉સુભાષચંદ્ર બોઝે દાંડીકુચને નેપોલિયનની પેરીસ માર્ચ અને મુસોલીનીની રોમમાર્ચ સાથે સરખામણી કરી હતી.

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1